Tell me and I forget
Teach me and I remember
Involve me and I learn

- Benjamin Franklin

પંદરમું ગણિત –વિજ્ઞાન પ્રદર્શન

તા: ૨૦/૦૯/૨૦૧૮ ગુરુવારના રોજ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – વડોદરા દ્વારા આયોજિત – કે.જે. વિદ્યામંદિર, સાવલીના આંગણે ડૉ. વિક્રમ સારાભાઇ શાળા વિકાસ સંકુલ – ૨ (SVS – 1) ના પંદરમું ગણિત – વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ૫ વિભાગ આપવામાં આવ્યા હતા.

  • વિભાગ – ૧ – કૃષિ અને સજીવ
  • વિભાગ – ૨ – સ્વાસ્થ્ય અને સ્વચ્છતા
  • વિભાગ – ૩ – સંશાધન વ્યવસ્થાપન
  • વિભાગ – ૪ – કચરાનું વ્યવસ્થાપન
  • વિભાગ – ૫ – (અ) પરિવહન અને પ્રત્યાયન, (બ) ગાણિતિક નમૂના નિર્માણ

આ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ ૬૬ શાળાએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનને નિહાળવા સાવલી અને ડેસર તાલુકાની ૪૦ શાળાઓ આવી હતી. આ શાળાઓ માટે કે.જે કેમ્પસ દ્વારા બસની પણ સુવિધા આપવામાં આવી હતી તથા દરેક મુલાકાતીઓને શાળા તરફથી બોલપેન, ટાઈમ-ટેબલ આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ સમાપનની શરૂઆતમાં પ્રદર્શનમાં ભાગ લેતા પ્રત્યેક શિક્ષકને સર્ટિફીકેટ, મોમેન્ટો અને ભેટ તથા વિદ્યાર્થીઓને સર્ટિફીકેટ રજીસ્ટ્રાર નિપામેડમ અને સેજલમેડમ દ્વારા આપવામાં આવ્યા હતા. તદુપરાંત આચાર્યને પણ ભેટ આપવામાં આવી હતી.