Tell me and I forget
Teach me and I remember
Involve me and I learn

- Benjamin Franklin

કે. જે વિદ્યામંદિર

"જયકા જન સહાયક ટ્રસ્ટ" સાવલીમાં વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. જે પૈકી એક શૈક્ષણિક સંસ્થા એટલે "કે. જે વિદ્યામંદિર."

"કે.જે વિદ્યામંદિર"ની શરૂઆત જુન-૨૦૧૫થી ગુજરાતી માધ્યમ દ્વારા કે.જી વિભાગથી શરુ કરવામાં આવી. આજે આ સંસ્થા ગુજરાતી માધ્યમમાં કે.જી થી ધોરણ ૧૦/૧૨ વિજ્ઞાન પ્રવાહ અને અંગ્રેજી માધ્યમમાં કે.જી થી ધોરણ ૯ સુધીના વર્ગો ધરાવે છે.

શાળા સંચાલક મંડળનો મુખ્ય હેતુ સાવલી તથા આજુબાજુના તમામ ગામના બાળકો સારું અને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરે અને સમાજના ઉપયોગી નાગરિક બને તે છે.

શાળામાં પ્રવેશ લેતા તમામ બાળકો પોતાના જીવનમાં આવતા તમામ પડકારો ઝીલવા સક્ષમ બને તથા સારામાં સારા સંસ્કાર પ્રાપ્ત કરે તેવો ઉદ્દેશ શાળાના બન્ને આચાર્યશ્રી ધરાવે છે.તેથી જ કેહવાય છે કે "સંસ્કાર સાથે શિક્ષણનું ધામ એટલે જ કે.જે વિદ્યામંદિર."

  • શાળામાં બાળકો નિયમિતપણે ત્રણ અલગ અલગ ભાષાઓ ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં સંગીત સાથે પ્રાર્થના સ્વયં રજૂ કરે છે. આ સાથે દરરોજ "જાણવા જેવું" તથા “સમાચાર વાંચન” બાળકો દ્વારા રજૂ કરવામાં આવે છે.
  • શાળામાં કે.જીથી લઈને ધોરણ ૧૦ સુધીના વર્ગો ગુજરાતી માધ્યમમાં અને કે.જી થી ધોરણ ૯ સુધીના વર્ગો અંગ્રેજી માધ્યમમાં ચાલે છે. આ બન્ને માધ્યમમાં GSEBનો સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવામાં આવે છે.
  • શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકોને "વિદ્યાર્થી કીટ" એટલે કે યુનિફોર્મ, સ્કુલ બેગ, લંચબોક્સ, વોટરબેગ, કમ્પાસબોક્સ, નોટબુક, પુસ્તકો વગેરે વિનામૂલ્યે આપવામાં આવે છે.
  • શાળાના અદ્યતન સુસજ્જ મકાનની આગળના ભાગે બાળકોનો શારીરિક વિકાસ થાય તેવું રમત ગમતનું મોટું મેદાન આવેલું છે. આ મેદાનમાં રમત-ગમતના રંગીન સાધનો ગોઠવેલા છે. જેથી બાળકોને શાળામાં નિયમિત હાજર રેહવું ગમે.
  • શાળામાં પુરતી લાયકાતવાળા અને અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આ સાથે કમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, વિજ્ઞાનની પ્રયોગશાળા, સ્માર્ટ ક્લાસ અને બાયસેગ દ્વારા બાળકોનો ઉત્તમ ઘડતર અને વિકાસ થાય તેવા પ્રયોજન દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
  • શાળામાં શિક્ષણ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમકે સુલેખન સ્પર્ધા, અભિનય ગીત સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, વેશભૂષા હરીફાઈ, ગરબા હરીફાઈ, વેસ્ટમાંથી બેસ્ટ વગેરે કરાવવામાં આવે છે. આ સાથે રાષ્ટ્રીય તેમજ સાંસ્કૃતિક તહેવારો જેવા કે સ્વાતંત્ર્ય દિન, શિક્ષક દિન, પ્રજાસત્તાક દિન, જન્માષ્ટમી, યોગ દિનની ઉજવણી કરાવવામાં આવે છે. આ ઉપરાંત બાળકોની આંતરિક શક્તિઓનો વિકાસ થાય તે માટે ચિત્ર-સ્પર્ધા, કોલાજ વર્ક, રંગોળી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે.
  • ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ-મહાકુંભ અને ખેલે ગુજરાતમાં શાળાના બાળકોને મોકલવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં શાળાના બાળકોએ વિવિધ રમતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. શાળાને સાવલી અને ડેસર તાલુકામાં પ્રથમ નંબરનું ઇનામ પણ મળેલ છે.
  • શાળામાં પુરતી હવા ઉજાસ વાળા વર્ગખંડો આવેલા છે. આ વર્ગખંડોની દીવાલો અલગ અલગ ભાત-ચિત્રોથી સુશોભિત કરવામાં આવી છે. જેથી બાળક ચિત્રો જોઇને પણ અનુકરણ કરી શકે. તદુપરાંત અદ્યતન સાધનોથી સજ્જ વિજ્ઞાનની પ્રયોગ શાળામાં બાળકો પ્રેકટીકલ જ્ઞાન મેળવી શકે છે.
  • બાળકોના શારીરિક વિકાસ માટે રમત-ગમતના શિક્ષક દ્વારા વિવિધ રમતો રમાડવામાં આવે છે. શાળામાં અદ્યતન કમ્પ્યૂટર લેબમાં કમ્પ્યૂટરનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે જેથી બાળકો આજના ટેકનિકલ યુગ સાથે જોડાઈ શકે.
  • શાળામાં દર વર્ષે બાળકોને શૈક્ષણિક પ્રવાસે પણ લઇ જવામાં આવે છે જેથી તેઓ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તથા તેમનો સર્વાંગી વિકાસ થાય. શાળામાં તમામ બાળકોની સુરક્ષાના હેતુથી શાળામાં પ્રવેશવા તથા ઘરે પરત પહોંચવા માટે વાહનની સુવિધા ઉપલબ્ધ છે. તથા શાળા અદ્યતન ટેક્નોલોજી યુક્ત C.C.T.V કેમેરાથી સજ્જ છે. જેથી તમામ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખી દરેક વિદ્યાર્થીઓને રક્ષણ આપી શકાય.
  • શાળામાં પ્રવેશ લેતા બાળકો પૈકી જે બાળકો અભ્યાસમાં નબળા હોય, રસ-રૂચી ધરાવતા ના હોય તથા પોતાની વિચારશક્તિ વ્યક્ત કરી શકતા ના હોય તેવા બાળકોનું નિષ્ણાંત દ્વારા કાઉન્સેલીંગ કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપી સક્ષમ બનાવામાં આવે છે.
  • શાળાના તમામ બાળકોનું વર્ષમાં બે વાર મેડીકલ ચેક-અપ કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર ખાતે કરવામાં આવે છે. તેમજ દરેક મહિનાના પુષ્ય નક્ષત્ર અનુસાર શાળાના 0 થી 12 વર્ષના બાળકોને તથા સાવલી તાલુકાના આજુબાજુના વિસ્તારના તમામ બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવે છે. તથા શાળા સમય દરમિયાન કોઈ પણ બાળકને તંદુરસ્તી બાબતે કોઈ પણ સમસ્યા સર્જાય ત્યારે આ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવે છે.
  • માર્ચ-૨૦૧૮માં લેવાયેલ S.S.C. બોર્ડની પરીક્ષામાં શાળાની પ્રથમ બેચનું પરિણામ 85% આવેલ છે. જે સાવલી અને ડેસર તાલુકામાં ગર્વની વાત છે.