Education is not the learning of facts,
but the training of the mind to think.

- Albert Einstein

પ્રથમ વાર્ષિકોત્સવ (૨૦૧૮-૧૯)

કે.જે. વિદ્યામંદિર, સાવલીનો પ્રથમ વાર્ષિકોત્સવ કાર્યક્રમ તા: ૦૧/૦૩/૨૦૧૯ ને શુક્રવારના રોજ શાળાના પ્રાંગણમાં યોજાયો. આ રંગારંગ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ભાજપના પ્રમુખ શ્રી દિલુભા ચુડાસમા, મહેમાન શ્રી કિશોરભાઈ મિસ્ત્રી, ડૉ. રિયા શાહ તથા શાળા સંચાલક મંડળના ચેરમેનશ્રી બી.જે. પંડ્યા, ટ્રસ્ટીશ્રી ધર્મેશભાઈ પંડ્યા, આચાર્યશ્રી ઠાકોરભાઈ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રંગારંગ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ‘વાઉડાન્સ’ તરફથી ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓના સહયોગથી વિવિધ નૃત્ય જેમાં ગણપતિ વંદના, કોમી એકતા, સ્કુલ થીમ, કોમેડીડાન્સ, સર્જીકલ સ્ટ્રાઈક, લોકનૃત્ય, બાહુબલી ડાન્સ વગેરે જેવી કૃતિ રજુ કરવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવ કાર્યક્રમની મજા માણવા માટે લગભગ ૧૨૦૦ થી વધુ વાલી મિત્રો અને દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.